મોરબીના રંગપર ગામે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત 

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સેરવીલ સીરામીકના કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સેરવીલ કારખાનામાં વિરાટનગર મોરબી રહેતા મંગલ ખડીત (ઉ.વ.૩૩) નામના યુવકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img