મોરબીમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો 

મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમી રમાડતા એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતો એક ઈસમ રાજેશભાઈ કેશુભાઈ ચૌહાણ (ઉ.વ.૫૭) રહે. વીસીપરા કુલીનગર હનુમાનજી મંદિર પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૮૦ ના મુદ્દામાલ સાથે આરોપીને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img