મોરબીના સાપર ગામે જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ શાક માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ શાક માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો જલાલુદ્દીન દોસમામદ લાધાણી (ઉ.વ.૩૪) રહે. કાન્તીનગર માળીયા ફાટકની સામે મોરબી તથા વલીમામદ મામદહુસેન સંધવાણી (ઉ.વ‌.૫૯) રહે. વિશીપરા મદીના સોસાયટી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img