હળવદમાં જુની મામલતદાર કચેરી નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

હળવદ શહેરમાં જુની મામલતદાર કચેરી સામે શ્રી જય વેલનાથ ઓફિસ નીચેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકનું બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાલાલ સિણોજીયા (ઉ.વ‌.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદમાં જુની મામલતદાર કચેરી સામે શ્રી જય વેલનાથ ઓફિસ નીચેથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર -જીજે-૩૬-ડી-૧૬૬૮ જેની કિંમત રૂ. ૧૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img