Monday, July 14, 2025

મોરબીમા ફલીપકાર્ટ કંપનીની લોજીસ્ટીક કંપનીમાં ડિલિવરી બોયે કરી રૂ.1.23 લાખની છેતરપીંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે ફલીપકાર્ટ પ્રા.લી. વેરહાઉમાથી લોજીસ્ટીક કંપની ઈન્ટાર્ક પ્રા.લી. કંપનીના ડિલેવરી બોયે અન્ય ગ્રાહકોના નામથી સોની પ્લેસ્ટેશન ગેમીગ આઇટમ તથા એપેલા એરપોડ મળી કુલ ચાર વસ્તુ મંગાવી ગ્રાહકને ડીલેવરી માટે લઈ જઈ પાર્સલમાથી કાઢી અન્ય બીજી નૈનયુઝ વસ્તુ મૂકી દઈ કંપની સાથે રૂ. ૧,૨૩,૫૦૦ની છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજકોટ રાજનગર-૦૫ માં ચંદ્રેશનગર મેઇન રોડ સાલ પ્લાઝા બિલ્ડીંગ પાછળ રહેતા મહેશભાઇ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૬૩) એ આરોપી રફીકભાઈ હનીફભાઇ ભટી રહે. વાવડી રોડ દરગાહ પાસે ન્યુ ક્રિષ્ના પાર્ક સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ફલીપકાર્ટ પ્રા.લી. નામની કંપનીની લોજીસ્ટીક કંપની ઇન્ટાકાર્ટ પ્રા.લી કંપનીમા આરોપી ડીલીવરી બોય તરીકે ફરજ બજાવતો હોય તે દરમ્યાન અન્ય ગ્રાહકોના નામથી (૧)સોની પ્લેસ્ટેશન ૫ ગેમીગ આઇટમ કિ.રૂ.૪૪૦૦૦/- તથા (૨)સોની પ્લેસ્ટેશન ૪ ગેમીગ આઇટમ કિ.રૂ.૩૩૦૦૦/- તથા (૩)એપલ એરપોડ કિ.રૂ.૨૩૫૦૦/- (૪)એપલ એરપોડ પ્રો કિ.રૂ.૨૩૦૦૦/- એક કુલ ચાર આઇટમો મળી કિ.રૂ.૧,૨૩, ૫૦૦/- ની વસ્તુઓ મંગાવી ગ્રાહકને ડીલીવરી માટે લઇ જઇ પાર્સલમાથી કાઢી લઇ અન્ય બીજી કોઇ નોનયુઝ વસ્તુ મુકી દઇ કંપની સાથે છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર