મોરબીના ભડીયાદ રોડ પરથી ચોરાવ બાઇક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી, એક ઇસમને મોટરસાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે મોરબીના ભડીયાદ રોડ ઉપર આંબેડકર કોલોની સામેથી સ્પ્લેન્ડર બાઈકની ચોરી થઈ હતી. જે બાઇક સાથે શખ્સ નજરબાગ ફાટક પાસે ઉભો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે ચોરાઉ બાઈક સાથે અશોકભાઈ ગાંડુભાઈ ઉઘરેજા (ઉવ.૩૫) રહે. નવા વધાસીયા તા.વાંકાનેરવાળાને ઝડપી લઈ આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img