Friday, May 22, 2026

માળીયામાં પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા દશ વર્ષથી નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા દશ વર્ષથી નાસતો ફરતો આરોપી હાલે રાજસ્થાન તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ તપાસ માટે રાજસ્થાન ખાતે મોકલતા બાતમીવાળી જગ્યાએથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નારાયણસિંહ કિશોરસિંહ રાવલ ઉ.વ.૫૫ રહે. ભીંડર ગામ રાધા વિહાર સોસાયટી તા.ભીંડર જી-ઉદયપુર (રાજસ્થાન) વાળો તેના રહેણાંક મકાનેથી મળી આવતા આરોપીને માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી બી.એન.એન.એસ. કલમ ૩૫(૨)જે મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img