Wednesday, March 26, 2025

મોરબી ખાતે 9મા સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવનું આયોજન; ગરીબ પરિવારને જોડાવવા અપીલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. આ પૂર્વે ૮ સમૂહ લગ્નો થકી ૨૫૧ દીકરીઓના લગ્નો સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. આ વખતે આયોજનમાં શિક્ષિત મહિલાઓનો સમૂહ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સહયોગી સંસ્થા તરીકે જોડાયેલ છે. 

આ સમુહ સમૂહ લગ્નોત્સવ ગંગાસ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજના સંતાનો તેમજ ગરીબ પરિવારના સંતાનો માટેનું આયોજન છે. ૯ મો સમૂહ લગ્નોત્સવ આગામી ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાનાર છે. જેમાં તમામ દીકરીઓને કરિયાવર માં સોના-ચાંદીના દાગીના સાથે ૭૦થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવશે, જેના માટે આગામી ૧૮/૧૨/૨૦૨૪ના રોજ થી યુગલ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે જે માટે યુગલે પોતાના આધાર કાર્ડ અને જન્મ પ્રમાણ પત્ર સાથે માતા-પિતાના આધાર કાર્ડ લાવવાના રહશે. યુગલ માં યુવકની ઉંમર ૨૧ પૂર્ણ અને યુવતીની ઉંમર ૧૮ પૂર્ણ થયેલ હશે તે જ ફોર્મ ભરી શકશે.

ફોર્મ ભરવા માટેનું સ્થળ : વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર, ડૉ.પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, સુભાષચંદ્ર પ્રતિમા ની બાજુમાં, મોરબી ખાતે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી મળશે.

ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સુધી રહશે.

ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે સર્વ સમાજના યુગલોને આપવામાં આવશે.

કન્યા દાન નું પૂર્ણ કમાવવા માંગતા દાતાઓને વિનંતી કે આ માંગલિક કાર્ય મા આશીર્વાદ રૂપે આપ તન મન અને ધન થી સહકાર આપશો.

આપે આપેલ દાન ઇન્કમટેક્સ માં 80 G હેઠળ કરમુક્ત રહશે,

ફોર્મ ભરવા અને દાન આપવા સંપર્ક કરો.

વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી ડો.પરેશ પારીઆ, 8732918183

હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ:-ડોક્ટર હાર્દિક જેસવાણી – 92288 00108, ડોક્ટર મિલન ઉઘરેજા – 87588 33388

મુસ્કાન વેલ્ફેર સોસાયટી :- રંજના સારડા – 97265 99930

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર