મોરબીમાં પ્રતિબંધી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના મકરાણીવાસમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી કિં.રૂ. ૧,૧૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મકરાણીવાસમા એક ઇસમ પોતાના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ દોરી (ફિરકા) નુ વેચાણ કરતો હોય જેથી ઇસમના રહેણાંક મકાને રેઇડ કરતા ચાઇનીઝ દોરી (ફીરકા) નંગ-૧૮૦ કિ.રૂ.૧,૧૭,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી સાહીલભાઇ રસુલભાઇ કલાડીયા ઉ.વ.૨૩ રહે.મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાછળ મોરબીવાળાને પકડી પાડી ઇસમ વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામા ભંગની બી.એન.એસ કલમ.૨૨૩ તથા જી.પી.એકટ કલમ.૧૩૧,૧૧૭ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img