મોરબીમાં રહેણાંક મકાનમાંથી 60 બીયર ટીન સાથે એક ઝડપાયો 

મોરબીના પંચાસર રોડ પર ભારતપરા શેરીમાં રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ ૬૦ કિં રૂ. ૬૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર આવેલ ભારતપરા શેરી નં -૦૧ મા રહેતા આરોપી મુસ્તુફા ઉર્ફે મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૬૦ કિં રૂ. ૬૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ દરમ્યાન અન્ય એક શખ્સ નીઝરભાઈ રહીમભાઈ સુમરા રહે. રાજકોટવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img