મોરબીના રંગપર ગામની સીમમાંથી વિદેશી દારૂની 42 બોટલો સાથે એક ઝડપાયો 

મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં પ્લેટેનીયમ પેકજિંગ કારખાના બહાર દિવાલ પાસે વિદેશી દારૂની ૪૨ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા રંગપર (બેલા) ગામની સીમમાં પ્લેટેનીયમ પેકજિંગ કારખાના બહાર દિવાલ પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૨ કિં રૂ. ૩૧૭૭૦ ના મુદ્દામાલ સાથે આરોપી બાબુભાઈ ઉર્ફે પાગો પરબતભાઇ કરગતા (ઉ.વ.૨૫) ને ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ માલ આપનાર વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img