મોરબીમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો 

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતો એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા આરોપી વિમલભાઈ વલ્લભદાસ વાગડીયા (ઉ.વ.૪૬) રહે. ભવાની ચોક વિશ્વકર્મા મંદિર પાળી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪૫૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img