મોરબીના ત્રાજપર ખારીમાં આધેડ પર બે શખ્સોનો લોખંડના ધારીયા વડે હુમલો 

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારીમા આધેડ તથા આરોપીને એક વર્ષ પહેલાં એકબીજાને ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ આધેડને લોખંડના ધારીયા અને પાઈપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારીમા રામજી મંદિરની બાજુમાં રહેતા રમેશભાઇ બાબુભાઈ સાતોલા (ઉ.વ.૪૬) એ આરોપી મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા તથા રાજેશભાઈ અમરશીભાઈ વરાણીયા રહે. બંને ત્રાજપર ખારી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીને આશરે બારેક માસ પહેલા એકબીજાને ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ તે બાબતેનુ મન દુખ રાખી આરોપીઓએ ધારયુ તથા લોખડના પાઇપ દ્વારા ફરીયાદીને માર મારી ઇજા કરતા ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img