મોરબીના પરસોત્તમ ચોકમાંથી વિદેશી દારૂની 20 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી શહેર તેમજ જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના પરસોત્તમ ચોકમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પરસોત્તમ ચોકમાંથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી વિશાલભાઈ રાજેશભાઈ બાનાણી (ઉ.વ.૩૦) રહે. પરસોત્તમ‌ ચોક મોરબીવાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ ઝુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક રહે. પંચાસર રોડ ભરતનગર મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img