મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે જવાહર સોસાયટી ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે જવાહર સોસાયટી ભડીયાદ રોડ પર આવેલ આરોપી મહેશભાઇ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯) એ પોતાના કબ્જા ભોગવટા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ. ૨૬૯૭૬ ના મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર રૂષીરાજસિંહ જાડેજા રહે. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img