મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 22 બોટલ સાથે એક ઝડપાયો; બે ફરાર 

મોરબી શહેરમાં એક તરફ બુટલેગરો પર પોલીસ ડ્રાઇવ ચાલી રહી છે અને બીજી તરફ મોરબીમાં વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબી શહેરમાં કુંભારશેરીમા રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૨ બોટલો સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવાડેલા રોડ અશોક પાન પાસે રહેતા આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંન્દ્રકાંતભાઈ ધોળકિયા (ઉ.વ.૩૫) એ કુંભારશેરીમા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૨ કિં રૂ. ૨૭૪૨૩ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા વિદેશી દારૂ અજાણ્યા ટ્રક ચાલક પાસેથી મેળવેલ હોવાનુ જણાતા તેમજ અન્ય એક શખ્સ અંકિત અરૂણભાઇ રાઠોડ રહે. મોરબીવાળાનુ નામ ખુલતા કુલ ત્રણ ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img