ટંકારાના નેકનામ ગામેથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ પકડાયો

ટંકારા તાલુકાના નેકનામા ગામની સીમમાં આરોપીની કબ્જા ભોગવટા વાળી મોરલા વાડી વાડીમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના નેકનામા ગામની સીમમાં આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કનકસિંહ ઝાલા (ઉ.વ.૩૮) રહે. નેકનામ તા. ટંકારાવાળાએ કબ્જા ભોગવટા વાળી મોરલા વાડી વાડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ. ૨૮૧૦ ના મુદ્દામાલ સાથે આરોપી નરેન્દ્રસિંહ ઝાલા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img