મોરબીમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો 

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમી રમાડતા એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમી રમાડતા આરોપી અરવિંદભાઈ અજુભાઈ સોમાણી (ઉ.વ.૩૨) રહે. ભડીયાદ કાંટે, સાયન્સ કોલેજની આગળ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img