મોરબીમાંથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી શહેરમાં જ્યાં જોવો ત્યા દારૂ જ દારૂ વેચાતો હોય તેમ દારૂની રેલમછેલ બોલી રહી હતી ત્યારે મોરબીના વીસીપરા નવલખી ફાટક પાસે હનુમાન મંદિર રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા નવલખી ફાટક પાસે હનુમાન મંદિર રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ.૨૨૫૦ નાં મુદ્દામાલ આરોપી સંજયભાઈ ચંદુભાઈ પરેસા (ઉ.વ.૨૨) રહે. સેન્ટમેરી સ્કૂલ પાસે મફતીયાપરા મોરબીવાળાને પોલીસે પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સુનીલ સવજીભાઈ સોલંકી રહે. વિસીપરા તા. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img