મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની આઠ બોટલ ઝડપાઇ ; આરોપી ફરાર 

મોરબીના સામાકાંઠે આવેલ વિધ્યુતનગર કાલીકા માતાજીના મંદિર પાછળ મફતીયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૨૮૪૮ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ વિધ્યુતનગર કાલીકા માતાજીના મંદિર પાછળ મફતીયાપરામા રહેતા આરોપી સંજયભાઈ ઉર્ફે રૂનજી જગદીશભાઇ ભડાણીયા (ઉ.વ.૨૧) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ.૨૮૪૮ નો મુદ્દામાલ સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી રેઇડ દરમ્યાન સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img