મોરબી સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમાં સનમુન સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું 

મોરબી સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમા સનમુન સ્પાની આડમાં ચાલું કુટણખાનું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યું છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમાં સનમુન સ્પાના સંચાલક ભાવેશભાઇ સદાશીવભાઇ ખમકાર(મરાઠી) તથા રાહુલભાઇ વિનોદભાઇ સોલંકી સાથે મળી મોરબી સર્કિટ હાઉસ વિકાસ ચેમ્બરમાં ગેરકાયદેસર પોતાના આર્થીક લાભ સારૂ પોતાના કબ્જા ભોગવટાવાળા સનમુન સ્પા નામના સ્પામાં બહારથી આવેલ લલનાઓ (મહિલાઓ) પોતાના સનમુન સ્પામાં રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મસાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવે છે.” તેવી બાતમીના આધારે રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના માલીકો વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪,૫(૧)(એ),૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img