મોરબીના ભડીયાદ રોડ પર કિરાણાની દુકાનમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે શહેરમાં ખુણે ખુણે દારૂનુ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના ભડીયાદ રોડ પર આવેલ હરીઓમ સોસાયટી ખાતે આવેલ આરોપીની ઉમીયા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થો જેની કુલ કિં રૂ. ૪૨૭૫૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ભડીયાદ રોડ પર આવેલ હરીઓમ સોસાયટી ખાતે રહેતા આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરીયા (ઉ.વ.૫૬) ની ઉમીયા કિરાણા સ્ટોર નામની દુકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૦ કિં રૂ. ૩૩,૦૦૦ તથા બીયર ટીન નંગ -૫૪ કિં રૂ. ૯૭૨૦ જે મળી કુલ કિં રૂ. ૪૨૭૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરીયાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મુસ્તાક સોલંકી રહે. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img