Tuesday, May 13, 2025

મોરબીના શક્ત શનાળામા કિરાણા સ્ટોરમાથી વિદેશી દારૂની 65 બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના શક્ત શનાળામા ઉમીયા સોસાયટીમાં આવેલ કનૈયા પાન કિરાણા સ્ટોરમાથી વિદેશી દારૂની ૬૫ બોટલ કિં રૂ. ૪૮૮૧૪ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શક્ત શનાળામા ઉમીયા સોસાયટીમાં આવેલ કનૈયા પાન કિરાણા સ્ટોરમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૬૫ કિં. રૂ. ૪૮૮૧૪ ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરભાઇ ઉર્ફે કાન્તીભાઇ હરજીભાઇ પનારા (ઉ.વ.૪૮) રહે.મોરબી શકતશનાળા ઉમીયા સોસાયટી પાટીદાર હિલ્સ બ્લોકનં.૧૦૧ મુળરહે.કોયલી તા. ટંકારાવાળા ને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ જુનેદ ઉર્ફે લાલો મહેબુબભાઈ માયક રહે. પંચાસર રોડ ભરતપરા મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર