જો તમે કિંમતી જમીન ધરાવો છો અને RDC બેંકમાં ખાતાધારક છો તો ચેતી જાજો પાણી પહેલા પાળ બાંધવા જેવો કિસ્સો
મયુર નગરી ને કોઈની મેલી નજર લાગી ગઈ હોય તેમ છાશવારે કરોડો ની કિંમતી જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે જે કચરી પૂરતા સીમિત હતા હવે આ કૌભાંડો RDC બેંક સુધી પગ પેસારો કરી ગયા છે
મોરબીની મધ્ય માં આવેલ RDC ગ્રામ્ય શાખા માર્કેટિંગ યાર્ડ બ્રાંચ મા ૧૫ વર્ષ થી બેક ખાતું ધરાવતા ખાતાધારકની ગાંધીનગર ખાતે આવેલી ૮૦ કરોડ થી વધુની કિંમતી જમીન હોટલ માં ભાગ રાખવાનું જણાવી છેતરી ને દસ્તાવેજ કરી લીધી જેની કરોડો ની અવેજ દેખાડવા RDC બેંક કર્મચારી સાથે ખાતાધારક ની જાણ બહાર જ કર્મચારી સાથે મળી કરોડો નું ફૂલેકું ફેરવી નાખ્યું
બેંક ખાતાધારક દ્વારા તા ૧૪/૧૦/૨૨ ના રોજ ચેકબુક માટે અરજી આપી હતી જે ચેકબુક મળી ન હતી ત્યાં કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા તા ૧૭/૧૦/૨૨ ના જાણ બહાર જ ચેકબુક મેળવવા અરજી કરી જે RDC બેંક ૧૮/૧૦/૨૨ ના રોજ મેળવી લીધી એટલે કે ૨૪ કલાક થી પણ ઓછા સમય માં જે આશ્રય પ્રમાડે તેવી વાત છે આટલી ઝડપી ચેકબુક અમેરિકા જેવા દેશમાં પણ નથી મળતી ખરેખર RDC બેંકે નરેદ્ર મોદી સાહેબ નું ડિજિટલ ઇન્ડિયા સપનું સાકાર કર્યું
૨૪ કલાક થી ઓછા સમય માં આવી ગયેલ ચેકબુક બેંક દ્વારા ખાતાધારકની જાણ બહાર કોઈ ત્રાહિત અશોક મકવાણા નામના વ્યક્તિ ને આપી પણ દીધી અને ૧૯/૧૦/૨૨ ના રોજ ખાતાધારક ની જાણ બહાર કરોડો ના RTGS ટ્રાન્જેક્શન પણ કરી નાખ્યા
આ સમગ્ર કૌભાંડ ની જાણ ખાતાધારક ને જયારે તેના દ્વારા આપેલ અરજી ની ચેકબુક ઘરે ન પહોચતા બેંક પર જતા જાણ થઈ જેમાં તેની જાણ બહાર કરોડો રૂપિયા ના ટ્રાન્જેકશન થઈ ગયા હતા જ્યારે અરજદરે સ્ટેટમેન્ટ કઢાવતા અને ક્રેડિટ જોતા જાણ થઈ કે તેની કરોડો ની કિંમતી જમીનનો દાતાવેજ થઈ ગયો ખાતાધારક દ્વારા RDC બેંક મા પણ દેકારો કર્યો હતો કે CCTV બતાવો ચેકબુક કેમ આપી દીધી prantu વાળ જ ચીભડા ગળે તો રખેવાળ શું કરે
આ સમગ્ર કાંડ થતા ખાતાધારકે મોરબી ખાતે પોલીસ ફરિયાદ કરી જેમાં બેંક કર્મચારીઓએ પોલીસ સાથે પણ ગોઠવણ કરી લીધી અને પોલીસ દ્વારા માગવામાં આવેલી માહિતી CCTV ફૂટેજ ની સ્ટોરેજ સમતા ન હોઈ મળી શકે નહીં અને સહી માં સામ્યતા હોવાનું જણાવેલ જેથી હાલ આ મેટર કોર્ટમાં નિર્યાર્થે પેન્ડિંગ છે
પરંતુ મામલો ઉચ્ચ લેવલ જતા અને RBI મા બેંક ભીંસ માં આવતા જ એક વર્ષ બાદ RDC બેંક ની તપાસ કમિટી દ્વારા CCTV ફૂટેજ આધારિત અહેવાલ આપ્યો જેમાં CCTV મા જોતા ફકત એકજ કર્મચારી સંડોવાયેલ છે અને CCTV તપાસ કામે રજૂ કરશું તેવું જણાવ્યું જે CCTV પોલીસ દ્વારા કબ્જે લઈ કોર્ટ સમક્ષ મોકલી આપ્યા
RDC બેંક ની તપાસ કમિટી ના રિપોર્ટ CCTV ફૂટેજ મા તારીખ ૧૭/૧૦/૨૨ ની ત્રાહિત દ્વારા કરેલ અરજી ની ચેક બુક ૧૯/૧૦/૨૨ ના રોજ આવેલ પરતુ બેંક કર્મચારી દ્વારા કોઈ અશોક મકવાણા નામાના ત્રાહિત ને આપી જૂની તારીખ એટલે કે ૧૮/૧૦/૨૨ મા સહી લીધી, આ તમામ જાણ બહારના વ્યવહારો અશોક મકવાણા લઈ ગયેલ ચેકબુક થી થયેલ છે CCTV ફૂટેજ મા ત્રાહિત વ્યક્તિ ટ્રાન્જેકશન કરે છે
ત્યાર બાદ ખાતાધારક દ્વારા RDC બેંક રાજકોટ ને RBI ના નિયમો અને બેંક ફરિયાદ કેમ નથી કરતી તથા જેમાં ખાતાધારક હાજર જ નથી તો સહી ની સામ્યતા કઈ રીતે હોઈ શકે જેવા સવાલો પૂછતા બેંક દ્વારા હાથ અધર કરી દીધા છે
RDC બેંક રાજકોટ ની કમિટી સ્વીકારે છે બેંક કર્મચારી ની સંડોવણી છે તો બેંક દ્વારા કેમ ફરિયાદ નથી કરાય કારણ કે આ બેંક સાથે સંકળાએલા અને ખેડૂત નેતાના પુત્ર અને હાલના એક ધારાસભ્ય ના ખાસ વ્યક્તિ ના કુટુંબી જ બેંક મેનેજર છે
આ સમગ્ર કૌભાંડે RDC ના લાખો ખાતાધારક ના બેન્ક ઉપર વિશ્વાસ ને ડગાવી દીધો છે.જે CCTV ફૂટેજ મોરબી ડિલીટ થઈ ગયા તે એક વર્ષ બાદ રાજકોટ કેવી રીતે પહોંચ્યા
કોણ છે માસ્ટર માઇન્ડ?.કોની બોગસ પેઢીઓ માં ગયા રૂપિયા..?.
કોને કરાવી લીધો કરોડોની કમિટી જમીન નો દસ્તાવેજ નો દાવ વગેરે આવતા અંકે..