Monday, March 16, 2026

હળવદના રાતાભેર ગામ પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના માથક ગામે રહેતા યુવકને આરોપીઓ સાથે અગાઉ માથાકૂટ થયેલ જેનો ખાર રાખી યુવક હળવદના રાતાભેર ગામ પાસે રસ્તામાં બાઈક લઈને જતા હોય ત્યારે ચાર શખ્સો આવી યુવકને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા અને પંચરની દુકાન ચલાવતા રવીભાઈ રણછોડભાઈ સડાણીયા (ઉ.વ.૨૧) એ આરોપી નીખીલભાઈ રાજુભાઇ ગોહિલ તથા વિશાલભાઈ રાજપૂત રહે. બંને માથક ગામ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી નીખીલભાઈ સાથે આગાઉ માથાકુટ થઇ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી રોડ ઉપર મોટર સાયકલ લઈને જતા હોય ત્યારે આરોપીઓએ ભેગા મળી હેરીયર ગાડીમાં ફરીયાદીની પાછળ જઈ રસ્તામાં ફરીયાદીને ઉભો રખાવી ગાળો આપી ધોકાથી માર મારી મુંઢ ઇજાઓ કરી મોટરસાયકલ નુકશાની કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર