મોરબીમાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ભાવનગર જેલ હવાલે કરાયો 

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ભાવનગર જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મેજિસ્ટ્રેટ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રામારામ મેઘારામ તરડ (ઉ.વ.૨૪) રહે. ડુંગરી ગામ તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની મોરબી એલસીબી પોલીસે અટક કરી પાસા એકટ તળે ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img