મોરબીમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી વેપારી પાસેથી કાર અને એકટીવા પડાવ્યા; નવ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબી શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે જાણે વ્યાજખોરોને પોલીસ છાવરતી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે વ્યાજખોરોને પોલીસનો ભય રહ્યો નથી ત્યારે મોરબીમાં રહેતા વેપારી યુવકને આરોપીઓએ ઉંચા વ્યાજે રૂપિયા આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકટીવા અને વેન્યુ કાર પડાવી આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી ગીતાજંલી એપાર્ટમેન્ટ ગોકુળ મથુરા સોસાયટી ફ્લેટ નં -૪૦૨મા રહેતા અને વેપાર કરતા દેવકુમાર ચેતનભાઈ સોરીયા (ઉ.વ.૨૨) એ આરોપી જયરાજભાઈ લુવાણા રહે. રવાપર રોડ ક્રિષ્ના સ્કુલ પાસે મોરબી, દેવ લુવાણા રહે. બોનીપાર્ક રવાપર રોડ મોરબી, હિમેશભાઇ મખીજા રહે. આનંદનગર સોસાયટી દલવાડી સર્કલ પાસે મોરબી, વિશાલભાઇ, વિશાલ બોરીચા રહે લતીપર ધ્રોલ, સાગર બારડ રહે દરબાર ગઢ મોરબી, સઇદ અકરમ કાદરી રહે કાલિકા પ્લોટ મોરબી, મારાજ, આફ્રિદ શેખ રહે. વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ ઉંચા વ્યાજે રૂપિયા આપી આરોપી વિશાલ બોરીચ એ ફરીયાદીની એકટીવા રજીસ્ટર નંબર -જીજે-૩૬- એએફ-૬૭૭૫ થી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરી પૂર્વક કઢાવી લીધેલ તેમજ આરોપી આફ્રીદશેખ એ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદીની વેન્યુ કાર રજીસ્ટર નંબર – જીજે-૩૬- એએફ-૬૭૭૫ વાળી બળજબરી પૂર્વક કઢાવી લઈ તમાંમ આરોપીઓએ ફરીયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img