મયુર નેચર ક્લબ મોરબી દ્વારા રવીવારે ગરમાળાની સીંગનું નિઃશુલ્ક વિતરણ કરાશે

મોરબી મયુર નેચર ક્લબ દ્વારા ગરમાળાની સીંગનું આગામી તા. 01-06-2025 ને રવીવારના રોજ સવારે 8 થી 12 સુધી મોરબી ખાતે સનાળા રોડ,નવા હાઉસિંગ બોર્ડ સામે, માર્કેટિંગ યાર્ડનાં દરવાજા પાસે, આર ડી સી બેન્કના દરવાજે હરડે પ્રચાર કેન્દ્રનાં પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનાં સહયોગથી ગરમાળાની સીંગ નું વહેલા તે પહેલાનાં ધોરણે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

વિવિધ રોગોમાં ગરમાળાનાં અનેક ઉપયોગ છે, વિશેષ કરીને નાના બાળકોને કબજિયાતથી ત્વરિત રાહત આપવા માટે અસરકારક ઔષધિ તરીકે ગરમાળો ખુબ ઉપયોગી છે. વિશેષ જાણકારી માટે મયુર ક્લબનાં સભ્ય જીતુભાઇ ઠક્કરનો મોબાઈલ નં. 92285 83743 પર સંપર્ક કરી શકો છો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img