મોરબીની વિશ્વકર્મા મંદીરવાળી શેરીમાં જોખમી જર્જરિત મકાન તોડી પાડવા કમીશ્નરને રજુઆત

મોરબી શહેરમાં વોર્ડ નં -૦૫ માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદીરવાળી શેરીમાં જોખમી જર્જરિત મકાન તોડી પાડવા વિશ્વકર્મા મંદીરવાળી શેરીના રહિશોએ મહાનગરપાલિકાના કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે સર્વે વોર્ડ નં- 5 માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જેમનું તેમ છે ભૂકંપમાં મકાન અતિ ક્ષતિગ્રસ્ત થયું હતું અને હજુ જેમની તેમ સ્થિતિમાં છે જેના માલિક આફ્રિકા નિવાસ કરે છે અને મોરબીમાં તેમના સગા રહે છે જેનું નામ ભાવિન રમેશભાઈ શુક્લને સમસ્યા અંગે અગાઉ જાણ કરી છે પરંતુ મકાન તોડી પાડવાની કોઈ કામગીરી કરી નથી અને થોડા દિવસો અગાઉ મોરબી મહાનગરપાલિકાએ આ મકાનને બાકી વેરા અંગે નોટિસ પણ પાઠવી હતી .

વધુમાં જણાવ્યું હતું કે મકાન ભૂકંપ સમયથી ક્ષતિગ્રસ્ત છે અને તેની અટકી પડેલી છત પણ થોડા સમય પહેલા તેની જાતે તૂટી પડી હતી સદનસીબે છત મકાનના અંદરના ભાગે તૂટતાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી પરંતુ શેરી ખૂબ સાંકડી છે અને આ મકાન ચોમાસામાં વરસાદ કે ભારે પવનમાં તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઇ સકે છે શેરીમાં 15 જેટલા નાના બાળકો આ જર્જરિત મકાન આસપાસ રમતા હોય છે જેથી રહીશોની પીડા સમજી સતત માથે ટોળાતું જોખમ હટાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં તેવી માંગ છે અને જો જાનહાનિ કે અન્ય કાઇ નુકશાન થસે તો જવાબદારી કોણ લેશે?

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img