મોરબીમાં કારમાંથી 650 લીટર દેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઇ

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોર વ્હીલ કારમાં હેરફેરી કરતા કારમાંથી દેશી દારૂ લિટર ૬૫૦ કિં રૂ. ૧,૩૦,૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૪,૩૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક મહિલાને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી જ્યારે અન્ય એક શખ્સ કાયદાના સંઘર્ષમાં આવેલ છે જ્યારે એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે બાતમી હ મળેલ કે, આરોપીઓ પોતાના હવાલાવાળી મહિન્દ્રા કંપનીની ઝાઇલો ફોર વ્હિલર ગાડી નં.GJ-03-CR-7639 વાળીમાં દેશી દારૂ લીટર ૬૫૦ જેની કિ.રૂ.૧,૩૦,૦૦૦/- તથા મહિન્દ્રા કંપનીની ઝાઇલો ફોર વ્હિલર ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી મુમ્તાઝબેન ઇસ્લામુદીન જામ (ઉ.વ.૨૨) રહે, માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડી મોરબીવાળાને પકડી પાડેલ છે જ્યારે અન્ય એક શખ્સ હુશેનભાઇ રહે, સુરજબારી તા. સામખીયાડી જી.કચ્છવાળો સ્થળ પર હાજર ન મળી આવતા બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img