ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા અને મામલતદારને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ

ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં રોડ રસ્તા, પાણી પ્રશ્ન, ભુગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવા પ્રશ્નોનુ નિરાકરણ લાવવા ટંકારા નગરપાલિકા અને મામલતદારને રજૂઆત કરી હતી.

ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા ટંકારા નગર પાલિકા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા ભુપતભાઈ ગોધાણી, મોરબી જિલ્લા મહામંત્રી રમેશ રબારી, યુવા નેતા મહેશભાઈ રાજકોટિયા, ફિરોજભાઈ, નાગજીભાઈ ભરવાડ, રરુસ્તમભાઈ ચૌધરી, અને ગામના અન્ય આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે અપૂરતા પાણી આપવા બાબત, રોડરસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, મોનસુન કામગીરી, અન્ય ઘણા ગામના મુદ્દાઓની મૌખિક અને લેખિત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી, જેમાં મેઇન પાણી પ્રશ્ન જે બે ત્રણ વર્ષથી બિલ્ડર લોબી દ્વારા ભુતિયા કનેક્શન લઈ લઈને બેઠેલા અને પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના માલિકીના પ્રોજેકોમાં સરકારી પાણી વાપરતા લોકોને ભુતીયા કનેક્શન કાપવામાં આવે અને આ લોકો વિરુદ્ધ દંડ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. સાથે સાથે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું જો આવનારા સાત દિવસોમાં ભુતિયા કનેક્શન કાપવામાં નહીં આવે અને ગામના પ્રશ્નોને વાંચ્યા આપવામાં નહીં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી ચિધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img