Saturday, June 7, 2025

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ઈનોવા કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે દેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકનો ફીલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર તથા દેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકને કુલ કિં રૂ. ૨,૬૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલ સંયુકત બાતમીના આધારે એક સીલવર કલરની ઈનોવા કાર રજી નંબર GJ-10-F-8160 વાળીનો ચાલક ઈનોવા કારમાં દેશી દારૂ ભરીને ચોટીલા તરફથી આવી રાજકોટ અથવા વાંકાનેર તરફ જનાર છે.જે બાતમીવાળી ઈનોવા કાર વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા જેને રોકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ઉભી નહીં રાખી વધુ સ્પીડમાં કાર ચલાવી નીકળી ગયેલ જેથી કારનો ખાનગી વાહનો વડે પીછો કરી વઘાસીયા ટોલનાકા પાસે ઈનોવા કારને રોકી ઈનોવા કારમા ચેક કરતા કારમાથી દેશી દારૂ લીટર 300 કિ રૂ.૬૦,૦૦૦/- તથા ઈનોવા કારની કિ રૂ.૨,૦૦, ૦૦૦/-ગણી આમ કુલ કી.રૂ.૨,૬૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન એક ઈસમ શાનબાજ આશીફભાઈ મીર રહે.હાલ જોગાસર રોડ, પાણીની ટાંકી નાડીયાવાસ, ધાંગધ્રા તા.ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગરવાળાને પકડી પાડી તેમજ પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન દેશી દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રેહાનભાઈ ઈમરાનભાઈ પલેજા રહે.કાલીકા પ્લોટ મોરબી વાળો તથા દેશી દારૂનો જથ્થો મોકલનાર અનિલભાઈ ઉર્ફે અમરદિપભાઈ ભાભલુભાઈ ગોવાળીયા રહે.ખાટડી તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર વાળા બન્નેના નામ ખુલતા આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ ચાલુ છે. આમ પકડાઇ ગયેલ ઇસમ તથા પકડવાના બાકી ઈસમો વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર