મોરબી મહાપાલિકા વિસ્તારમાં શહેરી પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં આ કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ આસપાસના વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. દરેક યુવાન તંદુરસ્ત વ્યક્તિએ રકતદાન અવશ્ય કરવું જોઈએ તેવી લોકોને માહિતી પણ આપવામાં આવી હતી.