મોરબીના વીસીપરામા જાહેર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયા 

મોરબીના વીસીપરા વિસ્તારમાં મદિના સોસાયટી શેરી નં -૦૧ માં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા વિસ્તારમાં મદિના સોસાયટી શેરી નં -૦૧ માં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રહીમભાઇ મામદભાઇ સુમરા (ઉ.વ.૪૫) રહે-મોરબી વીસીપરા મદીના સોસાયટી શેરી નં.૧ મોરબી, સુલતાનભાઇ અબ્દુલભાઇ સુમરા (ઉ.વ.૩૯) રહે-મોરબી વીસીપરા મદીના સોસાયટી શેરી નં.૧, નીઝામભાઇ યુનુસભાઇ દાવલીયા (ઉ.વ.૨૯) રહે- મોરબી વીસીપરા ફુલછાબા કોલોની શેરી નં.૨ તથા ઇમરાનભાઈ સામતભાઈ માણેક (ઉ.વ.૩૦) રહે. વિસીપરા કુલીનગર શેરી નં -૨ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૬૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img