U.S.D.T ડોલરમાં રોકાણ કરવાના બહાને મોરબીમાં વેપારી સાથે રૂ. 1.51 કરોડનુ ફ્રોડ કરનાર ગેંગના ત્રણ આરોપી ઝડપાયાં
મોરબી: ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવાના બહાને મોરબીમાં રહેતા એક વેપારી સાથે કરેલ કુલ રૂ.૧,૫૧,૦૦,૦૦૦/- નુ ફ્રોડ કરનાર ગેંગના ૩(ત્રણ) આરોપીઓને મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડિ.ટિ.ડોલરમાં રોકાણ કરવાના બહાને સોસિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર મોરબીના નૈમિશભાઇ કનૈયાલાલ પંડિત નામના વેપારીને મોબાઇલમાં ફેસબુક મેસેન્ઝર દ્રારા યુ.એસ.ડી.ટી.માં રોકાણ કરવાના બહાને આરોપીઓ દ્રારા વ્હોટસએપ નંબર તથા કસ્ટમર કેર નંબર થી ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડિ.ટિ. ડોલરમાં રોકાણ કરવા બાબતે ટેલીફોનીક વાતચીત કરી તેમજ ઓનલાઇન https://m.coinex-vip1.com વેબસાઇટમાં એકાઉન્ટ ઓપન કરાવી યુ.એસ.ડી.ટી. ના ક્રિપ્ટો કરન્સી ખરીદવા માટે આરોપીઓ દ્રારા અલગ-અલગ એકાઉન્ટમાં કુલ રૂ. ૧,૫૧, ૦૨,૫૦૦/- ડીપોઝિટ કરાવી આઓનલાઇન ફ્રોડ આચર્યુ હતુ જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ હતો.
આ બનાવની તપાસમાં મોરબી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફ્રોડ કરવામાં ઉપયોગમાં લેવાયેલ વિવિધ બેંક ટ્રાંજેક્સનોને એનેલાઇઝ કરતા થયેલ ટ્રાન્ઝેકશનો માંથી એક ટ્રાન્ઝેકશન ગુજરાત રાજયના પંચમહાલ જીલ્લામાં થયેલ હોવાનુ જાણવા મળેલ જેના આધારે મોરબી જીલ્લા સાઇબર ક્રાઇમ પોલીસની ટીમ દ્રારા ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાના કુલ ૦૩(ત્રણ) આરોપીઓ અરવિંદભાઇ કાંતિભાઇ પરમાર (ઉવ.૩૬) રહે. કબીરપુર તા.ગોધરા, જી. પંચમહાલ, રાકેશકુમાર મંગળસિંહ રાઠવા, (ઉવ.૩૫), રહે.વરસાડા, તા.હાલોલ જી.પંચમહાલ તથા રાકેશકુમાર કાંતિલાલ સોલંકી (ઉવ.૩૩) રહે.વરસાડા, તા.હાલોલ જી. પંચમહાલવાળાને પકડી પાડવામાં આવેલ છે.