Monday, March 16, 2026

વાંકાનેરના અમરસર ગામે કેમ શેરીમાં દેકારો કરે છે કહેતા યુવકને એક શખ્સે માર માર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકા અમરસર ગામે એક શખ્સ શેરીમાં દેકારો કરી ગાળો બોલતો હોય ત્યારે યુવક બજારમાં જતા હોય ત્યારે આરોપી ભેગા થતા યુવકે આરોપીને કહેલ તું કેમ શેરીમાં ગાળો દેકારો કરતો હતો જેથી આરોપી ગાળો દેવા લાગેલ ગાળો આપવાની ના પાડતાં આરોપીએ યુવકને ધોકા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉ.વ.૩૯) એ તેમના જ ગામના આરોપી મુકેશભાઈ વેરશીભાઈ સિતાપરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી શેરીમા દેકારો કરતા હોય અને ગાળો બોલતા હોય અને સાંજના સાતેક વાગ્યાના અરશામા ફરીયાદી બજારમા જતા હોય ત્યારે આરોપી ભેગા થતા ફરીયાદીએ આરોપીને કહેલ કે તુ કેમ શેરીમા દેકારો કરતો હતો જેથી આરોપી ફરીયાદીને ગાળો દેવા લાગેલ અને ગાળો દેવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઈને ફરીયાદી સાથે ઝઘડો કરવા લાગેલ અને પોતાના ઘરેથી લાકડાનો ધોકો લઇ આવી ધોકા વતી ફરીયાદીને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર