મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકનું બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ હળવદના ટીકર રણમાં રહેતા અને હાલ મોરબીના અમરનગર મેટા સેનેટરીમા રહેતા અને મજુરી કરતા હસમુખભાઇ સવજીભાઈ સિંધવ (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાથી ફરીયાદનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-ઈ-૯૦૫૭ જેની કિંમત રૂપિયા ૮૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img