માળીયામાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે.

માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઇ કાપડી (ઉ.વ.૩૪) રહે.હાલ આદીપુર રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ મકાન નં-૧૬૪ ગાંધીધામ મુળ રહે .યશોદાનગર નાની ચિરઇ તા.ભચાઉ જી.ગાંધીધામ કચ્છ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે એલ.સી.બી.સ્ટાફની ટીમ બનાવી સામાવાળા આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img