વડોદરા શહેરમાં અકસ્માતના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

વડોદાર શહેર હરણી પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી સામાકાંઠે મહેન્દ્રનગર હાઉસીંગ બોર્ડ ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, વડોદરા શહેર હરણી પોલીસ સ્ટેશનમાં અકસ્માતના ગુન્હામાં નાસતો ફરતો આરોપી હેપી ધીરેન્દ્રભાઇ તિવારી રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી ચંન્દ્રપુર તા.વાંકાનેર જી.મોરબીવાળો હાલે મોરબી સામાકાઠે હાઉસીંગ બોર્ડ ખાતે હોવાની બાતમી મળતા તુરંત બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા અકસ્માતના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપને મોરબી સામાકાઠે હાઉસીંગ બોર્ડ ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે.માં નોંધ કરાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વડોદરા શહેર હરણી પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવીજ કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img