મોરબી જિલ્લામાં ફોર્સમાં જોડાવવા માંગતા યુવાનો માટે નિવાસી તાલીમવર્ગ યોજાશે

ભરતીપૂર્વે શારીરિક ક્ષમતા માટેના ૩૦ દિવસીય તાલીમવર્ગમાં ઈચ્છુક ઉમેદવારોએ ૧૫ જુલાઈ સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો

મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં વધુમાં વધુ પ્રમાણમાં ઉમેદવારો જોડાય તે હેતુથી આવા ઉમેદવારોને ભરતીપૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડની સાથે) દિવસ-૩૦ માટેના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તાલીમવર્ગનું આયોજન ફક્ત મોરબી જિલ્લાના ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવનાર છે.

આ તાલીમવર્ગમાં જોડાવવા માટેની લાયકાતની વાત કરીએ તો, ઉંમર-૧૭.૫ થી ૨૧ વર્ષ, અભ્યાસ-ધો. ૧૦ પાસ કે તેથી વધું, ધો. ૧૦માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩% માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી.(ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી.(ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ હોવું જરૂરી છે.

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૧૫/૦૭/ ૨૦૨૫ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૦:૩૦ થી ૦૬:૦૦ સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે અત્રેની કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ – ૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img