મોરબીના બેલા (રંગ) ગામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના બેલા (રંગ) ગામની સીમમાં વેન્ટો સિરામિક સામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બેલા (રંગ) ગામની સીમમાં વેન્ટો સિરામિક સામેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૨૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રાહુલભાઈ રમેશભાઈ મહાલીયા (ઉ.વ.૨૪) રહે. હેમતપુરા તા. પાટડી જી. સુરેન્દ્રનગરવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img