પ્રજા જાગૃત થઈ તેનો કે પછી ગોપાલ ઇટાલીયા નો ખોફ ! મિટીંગોના ધમધમાટ
પ્રજાની યાદ હવે કેમ આવી ..પ્રજા જાગી અને સુવિધા માંગી રહી છે એટલે કે ગોપાલ ઇટાલીયા મોરબી આવી પોલ ના ખોલે એટલે કે પછી કોગ્રેસ મહાનગરપાલિકાનો પ્રજાને સાથે લઈને ઘેરાવ કરવાના છે એટલે ?
છેલ્લા ચાર દિવસથી આ મોરબી જિલ્લામાં લોકો પ્રશ્નને લઈને રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષો થયા પ્રાથમિક સુવિધા ના અપાવને લઈને પ્રજા મૌન હતી પરંતુ હવે આંદોલનના માર્ગે ચડી છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા પર લોકોનો રોષ ચરમશીમાએ જોવા મળી રહ્યો છે અને વિવિધ વિસ્તારોમાં કાંતિભાઈ હાય હાય ના નારા લાગી રહ્યા છે.આતો સારૂં કહેવાય કે રોષે ભરાયેલી મહિલાઓ એ મહાપાલિકા હાય હાય અને ધારાસભ્ય હાય હાય ના નારા લગાવીને સંતોષ માની લીધો બાકી ઉભાં રોડે દોડાવીને કપડાં ફાડી નાખી તો વારના લાગે.ત્યારે કાંતિભાઈ મિટિંગોનો દોર કરી રહ્યા છે અને મોડી રાત્રે નગર ચર્ચાએ નીકળી રહ્યા છે.
કાંતિભાઈ અમૃતિયા આટલા વર્ષમાં પ્રાથમિક સુવિધા પણ આપવામાં કાચા કપાયા છે. જેથી હવે લોકો રોડ રસ્તા ઉભરાતી ગટર જેવી સામાન્ય બાબતને લઈને ઉગ્ર બન્યા છે. તેઓમાં કાંતિભાઈ અમૃતિયો દ્વારા ગોપાલ ઇટાલીયા ને લઈને જે નિવેદનો થયા અને નિવેદનો બાદ સામ સામે ચેલેન્જ આપવામાં આવી જેથી મોરબી નું રાજકારણ હાલ ગરમાયું છે.
કાંતિભાઈ પોતાના નિવાસ્થાને તેમજ કલેકટર કચેરીએ પોતાના કેટલાક કાર્યકર્તાઓને લઈને મીટીંગો કરી રહ્યા છે. કેમકે આગામી દિવસોમાં ગોપાલ ઇટાલીયા મોરબી આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે ગોપાલ ઇટાલીયા મોરબી આવે અને કાંતિભાઈ જે સામાન્ય સુવિધા આપી નથી શક્યા તેની પોલ ખુલી ન જાય તેમજ સાથો સાથ આગામી સોમવારે કોંગ્રેસ દ્વારા મહાનગર પાલિકા નો ઘેરાઓ પણ કરવાનો છે. જેથી મીટીંગો કરી અને કામગીરી કરી રહ્યા છે.
આજે પણ કલેકટર,કમિશનર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને લઈને કલેક્ટર કચેરી ખાતે જ મિટિંગ કરી હતી જેમાં મોરબી શહેરની પ્રાથમિક સુવિધાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ આ વહેલા કરવાની જરૂર હતી જો આ તમે વહેલા સુવિધાઓ પ્રજાને આપ્યું હોત તો પ્રજાના તો પોતાનો આક્રોશ બતાવે અને નાતો તમારે ગોપાલને ઇટાલીયાને ચેલેન્જ આપવી પડેત.
પરંતુ જાગ્યા ત્યાંથી સવાર.. જેટલી થાય એટલી મહેનત કરીલો જેથી પ્રજાને સુવિધા મળે અને કોગ્રેસ આંદોલન કરે તો તેમને મુદ્દાના મળે અને જો ગોપાલ ઇટાલીયા મોરબીની મુલાકાતે આવે તો તમારી પોલ ખુલી ના જાય.