મોરબીના રણછોડનગરમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબીના વીશીપરા રણછોડનગર માં પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને રોકડ રકમ ૧૨૭૦૦ નાં મુદામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીશીપરા રણછોડનગર માં પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રવીભાઈ સવજીભાઈ ખાખરીયા (ઉ.વ.૩૦) તથા અબ્દુલભાઈ ખાનભાઈ મોગલ (ઉ.વ.૭૪) રહે. બંને વીશીપરા રણછોડનગર -૦૨ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૧૨૭૦૦ નાં મુદામાલ સાથે ઝડપી ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img