Monday, August 4, 2025

મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂની 28 બોટલો સાથે બે ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ઘુંટુ ગામના સ્મશાન સામે બાઈકમાથી વિદેશી દારૂની ૨૮ બોટલ કિં રૂ. ૭૭૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૭,૭૦૦ નાં મુદામાલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ઘુંટુ ગામના સ્મશાન સામે રોડ ઉપર આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટા વાળા હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એન-૯૮૭૬ કિં રૂ. ૨૦,૦૦૦ વાળી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૮ કિં રૂ.૭૭૦૦ મળી કુલ કિં રૂ.૨૭,૭૦૦ નાં મુદામાલ સાથે આરોપી ડાયાભાઇ મોતીભાઇ ગોધા (ઉ.વ.૩૧) રહે-લાટો ટાઇલ્સ મજુરોની ઓરડીમાં રાતા વીરડા-સરતનપર રોડ તા.જી.મોરબી મુળ ગામ- લોરવાડા તા.થરાદ જી.બનાસકાંઠા તથા ચિરાગકુમાર શંકરલાલ લાફા (ઉ.વ.૨૬) રહે- લાટો ટાઇલ્સ મજુરોની ઓરડીમાં રાતા વીરડા-સરતનપર રોડ રોડ તા.જી.મોરબી મુળ ગામ-નવી બજાર તા-વાવ જી. બનાસકાંઠાવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર