Thursday, August 14, 2025

મુખ્યમંત્રી આવાસ યોજના ડ્રો માં સફળ થયેલ લાભાર્થીઓને બાકી રહેતી રકમ 31 ઓગસ્ટ સુધીમા જમા કરાવાની રહેશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અન્વયે લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીનમાં ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસો માટે તા. ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યૂટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવેલ છે.

ડ્રો યાદીમાં સફળ થયેલ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ દ્વારા એક આવાસની લાભાર્થી ફાળા પેટેની નિયત થયેલ રકમ રૂ. ૫૧૦૦૦/-મોરબી મહાનગરપાલિકામાં જમા કરાવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરાવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તા. ૩૧/૦૮/૨૦૨૫ સુધીમાં આપની બાકી રહેતી પુરેપરી રકમ અથવા તો હપ્તેથી મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં સંપર્ક કરીને જમા કરાવી આપના આવાસનો કબજો સંભાળી લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

નોંધ : મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) ડ્રો માં સફળ થયેલ લાભાર્થીની નામાવલીની ચકાસણી મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં થઈ શકશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર