મોરબીના ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટી ભડીયાદ રોડ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ કિં રૂ.૧૫,૬૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટી ભડીયાદ રોડ પર રહેતા આરોપી મહેશભાઇ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૧૫૬૦૦ નાં મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img