Tuesday, August 26, 2025

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ને. હા. પર ઓવરબ્રિજ બનાવવા પત્રકાર મયંક દેવમુરારીએ કેન્દ્રીય મંત્રીને કરી રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માળીયા નેશનલ હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં બની ગયેલા ભયંકર અકસ્માતોને ધ્યાને લઈને અકસ્માત અટકાવવા ઓવરબ્રિજ બનાવવા ટીંબડી ગામના યુવાને કેન્દ્રીય મંત્રીના દ્વાર ખખડાવ્યા.

મોરબી માળીયા નેશનલ હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે છાસવારે ટ્રાફીક જામ અને અકસ્માતો સર્જાતા હોય છે જેથી ટીંબડી ગામના યુવાન અને મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીએ મોરબી માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે અકસ્માતોની ઘટના અટકાવવા અને ગ્રામજનોને ટ્રાફીકથી છુટકારો અપાવવા અને અકસ્માતોથી બચાવવા ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે કેન્દ્રીયમંત્રી નિતિનભાઈ ગડકરીને રજુઆત કરવામાં આવી છે.

મોરબી માળીયા નેશનલ હાઈવે ૨૭ (૮અ) ઉપર મોટાપાયે ટ્રાફીક રહેતો હોય મોરબીથી કચ્છને જોડતો એકમાત્ર હાઈવે હોવાથી ટ્રાફીકથી ધમધમતા હાઈવે પર દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોવાથી નેશનલ હાઈવે ભરચક રહે‌ છે જેના કારણે ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં ભયંકર અકસ્માતોના બનાવો બની ચુક્યા છે જેમાં ઘણા બધા નિર્દોષ લોકોએ જીવ ગુમાવીને મોતને ભેટ્યા છે તેમજ અમારા વિસ્તારમાં ટ્રાફિક એટલો વધી ગયો છે કે લોકોને રસ્તો ઓળંગવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે ખાસ કરીને શાળાએ જતા બાળકો અને વૃદ્ધો માટે આ સમસ્યા ખૂબ જ ગંભીર છે જેના કારણે અમારા ગામના પાટીયા પાસે ઓવરબ્રિજ બનાવવાની તાતી જરૂરિયાત છે અન્યથા નિદોર્ષ માનવ જિંદગીઓ અકસ્માતના કારણે મોતના મુખમાં ધકેલાઈ જાય છે જેથી અહી ઓવરબ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે જેના કારણે લોકો સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકશે અહીંયા અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે જેના કારણે એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટ એરિયા (બ્લેક સ્પોટ) હોવાથી અનેક લોકોને અકસ્માતમાં ભોગ લેવાય છે.

જેથી મોરબી જીલ્લામાં મોટાપાયે ઉદ્યોગ હોવાથી દરરોજની હજારો હેવી ટ્રકો મોરબીમાં આવન જાવન કરે છે જેથી મોરબીની નજીક આવેલું ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટ ચાલકોની મોટા પાયે ઓફિસ હોવાથી અહીંયા ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ગઈ છે તો આપને વિનંતી કે ટીંબડી ગામના પાટીયા પાસે ઓવરબ્રીજ બનાવીને લોકોને મોતના મુખમાંથી બચાવવા અમો દ્વારા આપને રજુઆત કરી માંગ કરીએ છીએ અને આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવા માટે તાત્કાલિક યોગ્ય પગલા ભરીને વહેલી તકે ઘટતું કરવા અપીલ કરી છીએ જો અહીં ઓવરબ્રિજ બની જાય તો ટ્રાફિક અને અકસ્માતોમાંથી મુક્ત થઈ શકીએ તેમ છીએ ત્યારે અમો આશા રાખીએ છીએ કે આપ અમારી અરજી પર ધ્યાન આપીને જલ્દીથી કાર્યવાહી કરશોજી અત્રે ઉલ્લેખનીય છેકે ટ્રાફીકથી ધમધમતા મોરબી કચ્છ હાઈવે પર આવેલ ટીંબડી ગામ પાસે ઓવરબ્રિજની માંગ ટીંબડી ગામના યુવાન અને યુવા પત્રકાર મયંક દેવમુરારીએ પ્રજાની સુખાકારી માટે પ્રજાના જીવ જોખમમાં ન મુકાઈ તે માટે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીજીના દ્વાર ખખડાવીને ઓવરબ્રિજ બનાવવાની માંગ કરાઈ છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર