ટંકારાના નસીતપર પાસે આવેલ ડેમી -૦૨ ડેમનો એક દરવાજો એક ફુટ ખોલાયો

ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ સિંચાઈ યોજનાની ઉપરવાસમા પાણીની આવક ચાલુ હોઇ, ડેમની સંગ્રહશક્તિના 100 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે. આથી ડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામાં આવેલ છે.

તેમજ નીચવાસમાં આવતા ગામે જેમ કે ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર તથા મોરબી તાલુકાના મોટા રામપર, ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર, બેલા અને જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામ સહિતના ગામોને એલર્ટ કરાયા છે તથા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના અપાઈ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img