શ્રી માનસર પ્રા. શાળામાં જ્ઞાન સહાયક શિક્ષકની ખાલી જગ્યા ભરવા શિક્ષણાધિકારીને રજુઆત

મોરબી તાલુકાના માનસર ગામે આવેલ શ્રી માનસર પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક શિક્ષકની ખાલી જગ્યા ભરવા મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખીત રજુઆત કરી માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના માનસર ગામે આવેલ શ્રી માનસર પ્રાથમિક શાળામાં તારીખ- ૦૧/૦૩/ ૨૦૨૫ થી ધોરણ ૧ થી ૫ માં બે શિક્ષકો કાર્યરત છે, બાલવાટિકા થી ધોરણ પાંચ સુધી ૮૧ વિદ્યાર્થીઓની સંખ્યા છે તેમજ બે(૨) શિક્ષકો કાર્યરત છે તો એક જ્ઞાન સહાયક શિક્ષકની નિમણૂક આપવા માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img