મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જુનાગઢ જેલ હવાલે કરાયો 

મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઈસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી શામજીભાઇ ઉર્ફે વિજયભાઇ સુખાભાઇ સારલા (ઉ.વ.૨૪) રહે. નળખંભા તાલુકો થાનગઢ જીલ્લો સુરેન્દ્રનગર વાળાનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્ટાફની ટીમ બનાવી આરોપીની અટક કરી પાસા એકટ તળે ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img